મહારાષ્ટ્ર  ચૂંટણી માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર, પુત્ર આદિત્ય વર્લીથી ઉમેદવાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારોની યાદી જાહેર કરી

New Update
udhav

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરેને વર્લીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજન વિચારેને થાણેથી ટિકિટ આપવામાં આવી છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે ઠાકરે જૂથે કેદાર દિઘેને કોપરી પાચપખાડીથી ​​​​​ટિકિટ આપી છે.

 MVAમાં યાદી જાહેર કરનાર ઉદ્ધવ જૂથ પ્રથમ છે. કોંગ્રેસ અને એનસીપી (શરદ)ની યાદી હજુ આવવાની બાકી છે.અહીં મહારાષ્ટ્ર મહાવિકાસ અઘાડીએ સીટ વહેંચવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ-શિવસેના ઉદ્ધવ અને એનસીપી શરદ 85-85-85 બેઠકો એટલે કે 270 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની 18 બેઠક મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને આપવામાં આવશે.અન્ય પક્ષોમાં સમાજવાદી પાર્ટી, SWP અને CPI(M)નો સમાવેશ થાય છે.

Latest Stories