Connect Gujarat
દેશ

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર, કોંગ્રેસ અને ભાજપના શાસન અંગે ડિબેટ કરવા આપ્યુ આમંત્રણ...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર, કોંગ્રેસ અને ભાજપના શાસન અંગે ડિબેટ કરવા આપ્યુ આમંત્રણ...
X

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને યુપીએ અને નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ પર ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. સ્મૃતિએ સોમવારે (4 માર્ચ) મહારાષ્ટ્રના નાગપુરમાં નમો યુથ કોન્ફરન્સમાં કહ્યું - કોંગ્રેસના UPA અને મોદીના 10 વર્ષના શાસનમાં શું તફાવત છે તેના પર ડિબેટ થવી જોઈએ.જો હું રાહુલ ગાંધીને આ અંગે ચર્ચા કરવા માટે કહું તો તેઓ નહીં આવે. તેઓ ભાજપના એક સામાન્ય કાર્યકરની સામે પણ ટકી શકશે નહીં. હું ખાતરી આપું છું કે જો ભાજપ યુવા મોરચાનો કોઈ કાર્યકર રાહુલ ગાંધીની સામે બોલવાનું શરૂ કરશે તો તેમની બોલવાની તાકાત પણ નહીં રહે.સ્મૃતિએ કહ્યું- ભાજપે છેલ્લા 10 વર્ષમાં પાર્ટીના ઢંઢેરામાં જનતાને આપેલા ત્રણ મુખ્ય વચનો પૂરા કર્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, સંસદમાં મહિલા અનામત લાવવા અને રામ મંદિરનું નિર્માણ સામેલ છે. કેન્દ્રીય મંત્રીએ કાર્યકરોને કહ્યું- મોદીએ દરેક ગેરંટી પૂરી કરી છે. હવે તમારે 'અબકી બાર 400 પાર'ની ગેરંટી લેવાની છે.

Next Story