'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેઓ હવે સફળ થઈ રહ્યા છે. જો તેઓ જાતિની વાત કરે છે તો આટલાં વર્ષની રાજનીતિમાં પહેલી વખત જાતિને સાધન બનાવીને બોલી રહ્યા છે. સંસદમાં તેઓ સફેદ ટી-શર્ટ પહેરે છે, જેનાથી તેઓ યુવા પેઢીને શું સંદેશ આપવા માગે છે એ જાણે છે.
આપણે એવી ગેરસમજમાં ન રહેવું જોઈએ કે તેમણે કોઈપણ પગલું એમ ને એમ ન ભર્યું હોય. તેમનું પગલું સારું લાગે કે ખરાબ, તેઓ અલગ લેવલની રાજનીતિ કરી રહ્યા છે.'2024માં અમેઠી બેઠક પર હાર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત હાર વિશે ખૂલીને વાત કરી છે. તેમણે એક યુટ્યૂબ પોડકાસ્ટમાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં છે. સ્મૃતિએ કહ્યું હતું, રાહુલ એક અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. ત્યારથી આ બેઠક પર એક રાઇવલરી જોવા મળે છે.