તો શું ચંદ્રયાન 3નું લેન્ડિંગ 27 ઓગસ્ટે થશે! જાણો, ISROનો નવો બેકઅપ પ્લાન...

સમગ્ર ભારતની સાથે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકી છે, જેના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ પુષ્ટિ કરી છે

તો શું ચંદ્રયાન 3નું લેન્ડિંગ 27 ઓગસ્ટે થશે! જાણો, ISROનો નવો બેકઅપ પ્લાન...
New Update

સમગ્ર ભારતની સાથે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકી છે, જેના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ પુષ્ટિ કરી છે કે ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ બાજુએ ઐતિહાસિક ટચડાઉન 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે થશે. જો આ લેન્ડિંગ સફળ થશે તો ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વમાં ચોથો દેશ બની જશે. જોકે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિક અનુસાર, જો 23 ઓગસ્ટના રોજ લેન્ડર મોડ્યુલમાં કોઈ સમસ્યા આવે તો 23ને બદલે 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરોના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું, ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગેનો નિર્ણય લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે લેવામાં આવશે. તેમણે કહ્યું કે, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે તે સમયે લેન્ડ કરવું યોગ્ય છે કે નહીં તે નક્કી કરીશું. જો કોઈ પરિબળ સાનુકૂળ જણાતું નથી, તો અમે લેન્ડિંગ મુલતવી રાખીશું અને લેન્ડિંગ 27 ઓગસ્ટે કરવામાં આવશે. જોકે, હાલ મને લાગે છે કે કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં. અમે 23 ઓગસ્ટે જ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરાવવામાં સફળ રહીશું.

#India #Connect Gujarat #BeyondJustNews #Chandrayaan-3 #ISRO #Moon #Lander #backup plan
Here are a few more articles:
Read the Next Article