સંસદમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં કેટલીક પ્રોડક્ટ્સ થઇ સસ્તી અને મોંઘી, વાંચો વધુ...

બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ, ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.

New Update
Budget 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નાણામંત્રીએ ઘણી પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગતા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ પણ વધી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી કેકેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પરBCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. તેમજ ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બજેટ રજૂ થયા બાદ સાંભળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ..?

તો બીજી તરફજોઈએ તો ટેલિકોમ સાધનો મોંઘા થયા છેતેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મોબાઈલ ફોનમોબાઈલ ચાર્જરસોના-ચાંદીના ઘરેણાંસોલાર સેલસોલાર પેનલકેન્સરની 3 દવાઓતાંબામાંથી બનેલી વસ્તુઓલિથિયમ બેટરીપ્લેટિનમમાંથી બનેલો સામાનચામડામાંથી બનેલી પ્રોડક્ટ્સઇલેક્ટ્રિક વ્હીકલઈમ્પોર્ટેડ જ્વેલરીવીજળીના તારએક્ષ-રે મશીનફિશ ફીડ વસ્તુઓ સસ્તી થઇ છેજ્યારેPVC બેનરટેલિકોમ ઉપકરણો અને પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઇ હોવાનું બજેટમાં જણાવવામાં આવ્યું હતું.

Read the Next Article

હવામાન વિભાગે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આપી ચેતવણી

હવામાન વિભાગે શનિવારે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આસામ, મેઘાલય અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.

New Update
વરસાદ

હવામાન વિભાગે શનિવારે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આસામ, મેઘાલય અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. આ સ્થળોએ તોફાન અને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  

બિહાર અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના પૂર્વીય રાજ્યોમાં વરસાદને લઈને યલો  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જોકે, દેશના પશ્ચિમી ભાગોમાં હવામાન સામાન્ય રહેવાની અપેક્ષા છે.

IMD એ જણાવ્યું હતું કે, શુક્રવાર રાત્રિના સેટેલાઇટ એનિમેશન દર્શાવે છે કે, ઉત્તર પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વીય ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, ઉત્તરી આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તારમાં ગરમ પવન ઝડપથી ઠંડા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રક્રિયા સાથે જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરી છત્તીસગઢ અને ઉત્તરપૂર્વીય રાજ્યો, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, સાથે રાત્રે ક્યારેક ક્યારેક ભારે વરસાદ પણ પડી શકે છે.