ઉત્તરપ્રદેશના લખનઉમાં માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરતો પુત્ર

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી હતી.

New Update
aaa
Advertisment

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી હતી.

Advertisment

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના આગ્રાનો વતની પરિવાર લખનઉમાં આવેલી હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આ ઘટનાને અંજામ આપનાર આરોપી 24 વર્ષીય અરશદ નામ છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતોજેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.

અરશદે તેની માતા આસ્માબહેન આલિયા,અલશિયા,અક્સા અને રહેમીનને મોતને ઘાટ ઉતારી દીધા છે.પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

 

Latest Stories