/connect-gujarat/media/media_files/2025/06/19/sonia-2025-06-19-17-28-56.jpg)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સારા સમાચાર આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અગાઉ, ડૉકટરોએ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કર્યું હતું. આમાં, ડૉ. એસ. નંદી અને ડૉ. અમિતાભ યાદવે જણાવ્યું હતું કે, 'તેમને પેટમાં ઇન્ફેકશનના કારણે દાખલ કરવામાં આવ્યા હતા
જેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને આજે રજા આપવાની યોજના છે. તેમની આગળની સારવાર ચાલુ રહેશે.'
આ પહેલા 7 જૂને પણ તેમની તબિયત બગડી હતી. જ્યારે તેઓ અંગત મુલાકાતે શિમલા ગયા હતા. ત્યારબાદ તેમને ત્યાંની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાદમાં જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને નિયમિત તપાસ માટે સર ગંગારામ હૉસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.