ઉત્તરપ્રદેશ : ગાઝિયાબાદમાં ત્રણ બહેનની આત્મહત્યા,મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા!

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની દુઃખદ આત્મહત્યાએ  મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ગંભીરતાની સ્થિત સર્જી દીધી છે.

New Update
game

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોની દુઃખદ આત્મહત્યાએ  મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ગંભીરતાની સ્થિત સર્જી દીધી છે.

આ ત્રણ ટીનએજ છોકરીઓ કોરિયન લવર્સ’ ગેમની દીવાની બની ગઈ હતી અને એમાં તેમણે નવમા માળના ઘરમાંથી કૂદકો માર્યો હતો. આ ઘટનાએ ફરીથી બાળકો પર મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે ચિંતા ઊભી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ 2018માં IGD ને એક બીમારી તરીકે માન્યતા આપી હતી. આ વિશે ઘણા ઓછા લોકોને ખબર હશેપરંતુ આ બીમારીના કેસ વધી રહ્યા છે.

WHO અનુસાર IGD એ એક એવું વર્તન છે જેમાં વ્યક્તિ ગેમિંગ પર નિયંત્રણ ગુમાવે છેઅન્ય પ્રવૃત્તિઓ કરતાં ગેમિંગને પ્રાથમિકતા આપે છે અને નકારાત્મક પરિણામો હોવા છતાં ગેમ રમવાનું ચાલુ રાખે છે. ગાઝિયાબાદમાં જે દુઃખદ ઘટના બનીએ ત્રણેય બહેનોમાં આ લક્ષણ જોવા મળ્યા હતા. ડિજિટલ ગેમિંગને કારણે તેમની માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ કહે છે કે IGD ચિંતા અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સમસ્યાઓ તરફ લોકોને દોરી શકે છે. ગાઝિયાબાદની ઘટના દર્શાવે છે કે ડિજિટલ દુનિયામાં ડૂબી જવાથી વર્ચ્યુઅલ અને વાસ્તવિક જીવન વચ્ચેની રેખા ધૂંધળી થઈ શકે છે. ખાસ કરીને ટીનએજર્સ પર એ વધુ અસર કરે છે.

Latest Stories