સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ નિર્ણય ચુકાદો આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનના નો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે, 'કોર્ટ બંને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરે છે.' આ ઉપરાંત બંનેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર ન કરવા ચેતવણી પણ આપી હતી.