Connect Gujarat
દેશ

ભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને તેડુ

સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.

ભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને તેડુ
X

સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. કંપની અને આચાર્ય બાલકૃષ્ણએ નોટિસનો જવાબ દાખલ કર્યો નથી, જેના કારણે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.હવે તેમણે આગામી તારીખ પર કોર્ટમાં હાજર થવાનું રહેશે. આ સિવાય જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે બાબા રામદેવને એ જણાવવા માટે પણ નોટિસ પાઠવીને સમજાવ્યું છે કે તેમની સામે અવમાનની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ.આ પહેલાં 27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી જાહેરાતો પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સિવાય પતંજલિ આયુર્વેદ કંપની અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનની કાર્યવાહીમાં કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી.

Next Story