Connect Gujarat
દેશ

સુરત : અ'સામાજિક તત્વો સામે પોલિસની કાર્યવાહી, હથિયારો સહિત કરી 120 ઇસમોની ધરપકડ

X

અસામાજિક તત્વો સામે પોલિસ દ્વારા કાર્યવાહી કરાય

પાંડેસરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ

હથિયારો, વાહનો સને અસામાજિક તત્વોની અટકાયત

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલિસે કાર્યવાહી હાથ ધરી છે. DCP,ACP,PI સહિતના અધિકારીઓ દ્વારા પાંડેસરાના સિદ્ધાર્થનગર અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે રેમ્બો, છરા અને ચપ્પુ સહિતના હથિયારો જપ્ત કરી 120 ઇસમોની ધરપકડ કરી છે. એટલું જ નહીં, નંબર પ્લેટ વગરના 110 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા.

આ ઉપરાંત ગુનાહિત ઇતિહાસ ધરાવતા 67 લોકો, ગુનાહિત પ્રવૃત્તિ કરવાની શક્યતા ધરાવતા 53 મળી કુલ 120 ઇસમો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ કોમ્બિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના 2 અપહરણના આરોપીઓની પણ ધરપકડ કરી યુપી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પાંડેસરામાં ચોરીના ગુનામાં વોન્ટેડ એક આરોપી સહિત તડીપારનો ભંગ કરનાર એક ઈસમની પણ પોલીસે ધરપકડ કરી છે.

Next Story