Connect Gujarat
દેશ

સુરત : દેશના સૌથી મોટા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લીધી મુલાકાત...

X


રૂ. 109 કરોડના ખર્ચે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું નિર્માણ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લીધી સેન્ટરની મુલાકાત

શહેરમાં થતી તમામ ગતિવિધિઓ પર રહેશે બાજ નજર

સુરતમાં રૂપિયા 109 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું નિર્માણ પામ્યું છે. હાલમાં જ વડાપ્રધાનના હસ્તે ICCC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે દેશના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ સેન્ટરની મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ આ સેન્ટર કેવી રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ સેન્ટરમાં પાલિકાની તમામ બાબતો અંગે રિસ્પોન્સ ટિમ ગોઠવવામાં આવી નાગરિકોને પડતી મુશ્કેલી કે, ઇમરજન્સીના સમયે અહીંથી ક્વીક રિસ્પોન્સ થાય છે. શહેરના કોઈપણ ખૂણે આગ લાગવાની, અકસ્માતની કે, ટ્રાફિક જામની સમસ્યા અંગે જાણી શકાય છે.

શહેરમાં લગાવેલા 3 હજારથી વધુ સીસીટીવી કેમેરા થકી અહીંથી નજર રાખી શકાય છે. એટલું જ નહીં, હવામાન અંગે પણ આ સેન્ટરથી અપડેટ રાખી શકાય છે. આ સાથે જ વરસાદ કે, પુરની પરિસ્થિતિ અંગે પણ આગોતરી જાણકારી સ્માર્ટ સેન્ટર થકી મેળવી શકાય છે. નિરીક્ષણ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરાનો ઉપયોગ ક્રાઈમ અને વોચ રાખવા માટે થાય છે. ક્રાઇમ, ટ્રાફિક અને અલગ અલગ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવો એક નવો અનુભવ છે. ભારતના અલગ અલગ શહેરમાં જઈશ, ત્યારે સુરતની વાત હું લોકો સમક્ષ મુકીશ. તેઓ પ્રભાવિત થઈ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાતમાં રાજ્ય કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશ, મનપા મેયર હેમાલી બોધાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story