/connect-gujarat/media/post_banners/828c1edb3b7f4bcb9d97e2d11c2961587a70a70be4ce51b2c3a5e0a0693ef84b.jpg)
કોરોનાની સંભવિત લહેરની પહોચી વળવા તંત્ર એક્શનમાં
વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાય
નર્સીગ સ્ટાફને તાલીમ બધ્ધતા અંગેની પણ ચકાસણી કરાય
વિશ્વના અલગ અલગ દેશોમાં જે રીતે કોરોના સંક્રમણના કહેશો વધ્યા છે. તેને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાકીદે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને જરૂરી સુચનાઓ પણ આપી દેવામાં આવી છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાની સંભવિત લહેરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સુરત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ કામગીરીમાં લાગી ગયું છે. આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે પણ પોતે સ્મીમેરના હોસ્પિટલમાં પહોચી સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. જેના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો હતો. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે કે, કેમ અને ઓક્સિજનનો સપ્લાય તેમ જ અન્ય સુવિધાઓ પણ સમયસર મળી રહે તેવું આયોજન કરવા માટે તૈયારી કરવામાં આવી છે. ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટરોનું ટેસ્ટીંગ, મેડીસીન, માસ્કના જથ્થાની ઉપલબ્ધતા, નર્સીગ સ્ટાફને તાલીમ બધ્ધતા અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સિવિલમાં તમામ કામગીરી માટે નોડલ અધિકારીઓનોની પણ નિમણુંક કરવામાં આવી છે. આમ કોરોના સંક્રમણ સામે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.