સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું..

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં તેમના ડાબા પગ અને જમણા ગાલ પર ઈજાના નિશાન જોવા મળે છે.

New Update
સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું..

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં તેમના ડાબા પગ અને જમણા ગાલ પર ઈજાના નિશાન જોવા મળે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહયોગી બિભવ કુમારે સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કર્યો હતો. સ્વાતિએ આ મામલાને લઈને બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધાવી હતી, જે બાદ આ મામલો સામે આવ્યો હતો.

દિલ્હી પોલીસે શુક્રવારે સવારે પીડિતા સ્વાતિ માલીવાલનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમની મેડિકલ તપાસ ત્રણ કલાક સુધી ચાલી હતી. તબીબી તપાસના રિપોર્ટમાં તેના ચહેરા પર આંતરિક ઇજાઓ હોવાનું બહાર આવ્યું છે. તેનું કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન પણ કરવામાં આવ્યું હતું.

સ્વાતિએ એફઆઈઆરમાં મારપીટનો ઉલ્લેખ કર્યો છે

સ્વાતિ માલીવાલે નોંધાવેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું હતું કે બિભવ કુમારે તેને ઘણી વાર લાત મારી અને લગભગ સાત-આઠ વાર થપ્પડ મારી. સ્વાતિ મદદ માટે બૂમો પાડવા લાગી ત્યારે પણ બિભવ રોકાયો નહીં. આરોપ છે કે બિભવે તેની છાતી, પેટ અને શરીરના નીચેના ભાગો પર લાતો વડે હુમલો કર્યો હતો. સ્વાતિની ફરિયાદ પર દિલ્હી પોલીસે ગુરુવારે એફઆઈઆર નોંધી હતી, જેમાં તેમણે બિભવ કુમારને આરોપી બનાવ્યો હતો.

Latest Stories