Connect Gujarat
દેશ

તમિલનાડુ : કૃષ્ણાગિરી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ… 8ના મોત, અનેક લોકો ઘાયલ

તમિલનાડુ : કૃષ્ણાગિરી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ…  8ના મોત, અનેક લોકો ઘાયલ
X

તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, જિલ્લાના પઝાયાપેટ્ટઈ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં સવારે 10 વાગ્યે વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે બે મહિલા મજૂરો ફટાકડા બનાવવામાં વપરાતો ગનપાઉડર લઈ જઈ રહી હતી. તે સમયે ફેક્ટરીમાં 12-15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસના મકાનો અને દુકાનો પણ ઝપેટમાં આવી ગઈ હતી.

આજુબાજુના ત્રણ મકાનો અને કેટલીક દુકાનો પણ નુકસાન થયું છે. અસરગ્રસ્તોને બચાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડ અને બચાવ સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકો દ્વારા ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુકાનની નજીક એક હોટલ પણ હતી, તેની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. ઘાયલોને સારવાર માટે ક્રિષ્નાગિરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Next Story