ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ

tata
New Update

ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સૌથી પહેલા તેમના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે 11:24 વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું, 'ઘડિયાળની ટિક ટિકિંગ બંધ થઈ ગઈ છે. ટાઇટન હવે નથી રહ્યા.

રતન ટાટા ઈમાનદારી, નૈતિક નેતૃત્વ અને પરોપકારનું પ્રતીક હતા.રાત્રે લગભગ 2 વાગ્યે તેમના પાર્થિવદેહને હોસ્પિટલમાંથી તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને ગુરુવારે સવારે 10થી 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના હોલમાં રાખવામાં આવશે. અહીં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને 2 દિવસ પહેલા 17 ઓક્ટોબરે ટાટાને ICUમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ઠીક છે અને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા છે.

#PM Modi #passes away #Ratan Naval Tata
Here are a few more articles:
Read the Next Article