મોરેશિયસે બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ PM મોદીનો માન્યો આભાર

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું

New Update
pm modi

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ વિવાદમાં તમામ સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટન અને મોરેશિયસ વચ્ચે લગભગ 50 વર્ષથી ચાગોસ આઇલેન્ડને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. ભારત લાંબા સમયથી બંને વચ્ચે આ સમજૂતી માટે પ્રયાસ કરી રહ્યું હતું.

સમજૂતી બાદ ભારતે બંને પક્ષોનું સ્વાગત કર્યું છે.બ્રિટન અને મોરેશિયસે ગુરુવારે 60 ટાપુઓ ધરાવતા ચાગોસ ટાપુઓ અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મુજબ 'ચાગોસ આઇલેન્ડ' મોરેશિયસને આપવામાં આવશે.ચાગોસ ટાપુઓ પર ડિએગો ગાર્સિયા ટાપુ પણ છે. અમેરિકા અને બ્રિટને અહીં સંયુક્ત સૈન્ય મથક સ્થાપ્યું છે. સમજૂતી અનુસાર યુએસ-યુકે બેઝ અહીં 99 વર્ષ સુધી રહેશે.

Latest Stories