Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે.

કેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો
X

કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. તેમણે કહ્યું કે જે કોઈ દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કેન્દ્ર સરકારે 28 ફેબ્રુઆરી 2019ના રોજ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો હતો. સંગઠન પર દેશ વિરુદ્ધ કામ કરવાનો આરોપ છે. સરકારને જાણવા મળ્યું છે કે તેની સાથે જોડાયેલા કેટલાક સભ્યો હજુ પણ દેશ માટે જોખમ છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરવામાં આવી રહ્યું છે.આ હેતુસર સરકારે જમ્મુ-કાશ્મીરની જમાત-એ-ઈસ્લામી પરના પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે જમાત-એ-ઈસ્લામી સંગઠન રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.

Next Story