અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ કરાઇ જાહેર, પીએમ મોદી આપશે હાજરી

અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ કરાઇ જાહેર, પીએમ મોદી આપશે હાજરી
New Update

આખરે કરોડો ભક્તોની આતરુતાનો અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી

અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહેશે. બપોરે 12:30 કલાકે અભિષેકની વિધિ થશે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યો આજે પીએમ મોદીને મળ્યા અને તેમને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું, જેને પીએમ મોદીએ સ્વીકાર્યું.પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા. તેમણે મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. જય સિયા રામ. The date of Pran Pratishta at Ayodhya Ram Temple has been announced, PM Modi will attend

#India #ConnectGujarat #PM Modi #Ayodhya #Ram temple #Pran Pratishta
Here are a few more articles:
Read the Next Article