દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદને લઇન  ભારતીય હવામાન વિભાગે એલર્ટ કર્યુ જાહેર

સમાચાર , હવામાન વિભાગની આગાહી મુજબ દેશના આ 10 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.  દેશના દસ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇન  ભારતીય હવામાન વિભાગે એલર્ટ  જાહેર કર્યુ

ભારે વરસાદ
New Update

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે.  દેશના દસ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇન  ભારતીય હવામાન વિભાગે એલર્ટ  જાહેર કર્યુ છે.  મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, દિલ્લી, પંજાબ, તેલંગાણા અને ઓડિશામાં ભારે વરસાદ (rain)  વરસી શકે છે.  મંગળવારે 45 મિનિટ વરસેલા વરસાદથી મધ્ય પ્રદેશનું મુરૈના જળબંબાકાર થયું. .. ઘણા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતુ.  તો સામુહિક આરોગ્ય કેન્દ્રની અંદર પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી પડી છે.

મધ્ય પ્રદેશના કટનીમાં ભારે વરસાદથી ( heavy rain)જનજીવન પ્રભાવિત થયું છે. .. પૂરની ચપેટમાં આવતા મકાનની જળસમાધીના દ્રશ્યો કેમેરામાં કેદ  થયા છે.  સિલૌડી વિસ્તારમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.સતત વરસી રહેલા વરસાદે મધ્ય પ્રદેશમાં ટ્રેનોની રફ્તાર રોકી હતી.  ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનોના શેડ્યુઅલ ખોરવાયા હતા. .. આજે પણ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

#હવામાન વિભાગ #ભારે વરસાદ
Here are a few more articles:
Read the Next Article