/connect-gujarat/media/media_files/2025/02/21/vIu4gmEhwp8c9VNcklEw.png)
માતૃભાષાની સરળ સમજણ એ છે કે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા છે.
જે ભાષામાં વિચારી શકાય, લાગણી પ્રદર્શિત કરી શકાય. માતૃભાષાનો સરળ અર્થ એ છે કે જે ભાષા બાળક તેની માં પાસેથી શીખે છે.જે ભાષામાં વ્યક્તિ પોતાની લાગણી અભિવ્યક્ત કરે છે તે.
ભાષાએ લોકો સાથે વાતચીત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે અને આ માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા બોલવામાં શરમ ન આવે પરંતુ ગર્વ અનુભવાય છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999ના રોજ કરવામાં આવી હતી,અને 2000માં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું.લોકોમાં પ્રેમ, જાળવણી અને ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.