/connect-gujarat/media/media_files/aMQs1WEHuybj7ficeT9X.jpg)
દેશના કેટલાક રાજ્યમાં ચોમાસું ભરપુર જામ્યું છે. આવી સ્થિતિમાં ઘણા એવા રાજ્યો છે જે પૂરની ઝપેટમાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેંજ ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, તામિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે આજે દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. RMC મુંબઈના જણાવ્યા અનુસાર, નાણાકીય રાજધાનીમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો, હવામાન વિભાગે પુણે, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, યવતમાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સતારા, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે.