Connect Gujarat
દેશ

દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે, બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થશે ચર્ચા

દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે, બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થશે ચર્ચા
X

દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે. વાત જાણે એમ છે કે, આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર ચર્ચા થશે. 17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં પણ માત્ર રામ મંદિર અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા થશે. આ સંદર્ભમાં ભાજપે શુક્રવારે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો, જેમાં તેણે તેના સાંસદોને શનિવારે બંને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ સિંહ ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણ અને શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાની શરૂઆત કરશે. શિવસેનાના સભ્ય શ્રીકાંત શિંદેએ પણ આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે. એવું માનવામાં આવે છે કે, શાસક ગઠબંધનના સભ્યો લાંબી કાયદાકીય લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે PM મોદી ની પ્રશંસા કરશે.

Next Story