રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, મોદી અટક મામલે નીચલી કોર્ટની 2 વર્ષની સજા પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

New Update
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, મોદી અટક મામલે નીચલી કોર્ટની 2 વર્ષની સજા પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ, આશા છે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશો.કોર્ટે પૂછ્યું કે શું આ કેસમાં મહત્તમ સજા શા માટે? કહ્યું- તેમને ઓછી સજા આપી શકાઈ હોત. તેઓ ગેરલાયક ઠરતા નથી. સજા 1 વર્ષ અને 11 મહિનાની થઈ શકતી હતી.આ દરમિયાન કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું.મહત્તમ સજા કરવા માટે કોર્ટે કયા કારણો આપ્યા છે. ઓછી સજા આપી શકાઈ હોત. જેથી સંસદીય ક્ષેત્રના જનતાના અધિકારો પણ યથાવત રહ્યા હોત. રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019 ના રોજ એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરી હતી.સુપ્રીમ કોર્ટમાં આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી કરી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. સિંઘવીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે.

Latest Stories