18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે એક સંયુક્ત સત્ર હશે. આ સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે બંધારણ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ એક્સ પર પોસ્ટ કરી કે "સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને 20 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. તેમણે લખ્યું, "માનનીય રાષ્ટ્રપતિએ 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 સુધી ભારત સરકારની ભલામણ પર શિયાળુ સત્ર 2024 માટે સંસદના બંને ગૃહોને બોલાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. 26 નવેમ્બર, 2024 (સંવિધાન દિવસ)ના બંધારણને અપનાવવાની 75 મી વર્ષગાંઠ પર સદનના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમની ઉજવણી કરાશે. "