ગુરુવારે ચેન્નાઈની કેટલીક ખાનગી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. પોલીસે આ અંગે જાણ કરી લોકોને નહી ગભરાવવાની અપીલ કરી હતી. જો કે આ ઘટના બાદ વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી લાવવા માટે જાતે જ શાળાએ જવાની ફરજ પડી છે.
શહેરની ચાર શાળાઓને ઈમેલથી ધમકીઓ આપવા માટે જવાબદાર ગુનેગારને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે, પોલીસે જણાવ્યું હતું કે, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ને શાળાઓમાં મોકલવામાં આવી છે.
બોમ્બ વિશે માહિતી આપતા, ગ્રેટર ચેન્નઈ પોલીસે જણાવ્યું હતું કે ગ્રેટર ચેન્નાઈ પોલીસની હદમાં આવેલી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બની ધમકીઓવાળા ઈ-મેઈલ મળ્યા છે. GCP/BDDS ટીમોને આ શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ માટે મોકલવામાં આવી છે અને આ ઈ-મેઈલ મોકલનાર ગુનેગારને ઓળખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.