સફેદ ફોસ્ફરસ બોમ્બ શું છે, ઇઝરાયલે લેબનોન પર 191 વખત કર્યો ઉપયોગ
સફેદ ફોસ્ફરસ એ એક એવું શસ્ત્ર છે જે સફેદ ધુમાડાના વાદળ જેવું લાગે છે પરંતુ જ્યાં પણ તે પડે છે, તે સ્થળના તમામ ઓક્સિજનને ઝડપથી શોષી લે છે. ઈઝરાયેલ 8 ઓક્ટોબર, 2023 થી આ વિવાદાસ્પદ રસાયણનો ઉપયોગ કરીને લેબેનોન પર 191 વખત હુમલો કરી ચૂક્યું છે.