New Update
/connect-gujarat/media/media_files/hU90VCLrAwl7lnNG5ZAj.png)
મેઘરાજા સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
કેશોદ અને પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ થતાં તારાજી સર્જાઈ હતી. ત્યારે આજે પણ મેઘરાજા ના ભારે એંધાણ જોવા મળી રહ્યાં છે.
બીજી તરફ, આજે વહેલી સવારથી દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ શરૂ થયો છે તેમજ પોરબંદર-દ્વારકામાં આજે શાળામાં રજા જાહેર કરાઈ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો