પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ફરી એકવાર એક મોટી ઘટના સામે આવી છે. મતદાનના છઠ્ઠા તબક્કાના થોડા કલાકો પહેલા, પૂર્વ મિદનાપુરમાં એક TMC કાર્યકરની હત્યા કરી દેવામાં આવી અને અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે જ્યારે બીજી ઘટના પણ પૂર્વ મિદનાપુરની છે. શુક્રવારે રાત્રે અહીંના બક્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ.
પશ્ચિમ બંગાળમાં મતદાનની એક રાત પહેલા એટલે કે શુક્રવારની રાત્રે 24 મે 2024ની રાતે પૂર્વ મિદનાપુર જિલ્લાના મહિષાદલમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની હત્યા કરી દેવામાં આવી. એવો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ તેમની હત્યા કરી છે. મૃતક નેતાની ઓળખ શેખ મૈબુલ તરીકે થઈ છે. તેઓ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય હતા. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મૈબુલ શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે પાર્ટી કાર્યકરને ઉતાર્યા બાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.