"આજે વિશ્વ હિન્દી દિવસ"ભારતના દરેક ખૂણે બોલાતી ભાષા એટલે હિન્દી

ભારત દેશના દરેક રાજ્યમાં હિન્દી ભાષા વાતચીતનું માધ્યમ છે,તેથી પણ તેને રાષ્ટ્રીય ભાષા કહેવામાં આવે છે,દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા પણ હિન્દી જ છે.

New Update
a
Advertisment

ભારત દેશના દરેક રાજ્યમાં હિન્દી ભાષા વાતચીતનું માધ્યમ છે,તેથી પણ તેને રાષ્ટ્રીય ભાષા કહેવામાં આવે છે,દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા પણ હિન્દી જ છે.

Advertisment

એટલું જ નહીં પરંતુ ભારત સિવાય પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,નેપાળ સહિતના અન્ય દેશોમાં પણ હિન્દી ભાષા પ્રચલિત છે.કહેવાય છે કે વિશ્વની પાંચ મુખ્ય ભાષામાં હિન્દીનો સમાવેશ થયો છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો.મનમોહનસિંઘ દ્વારા વર્ષ 2006થી 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી હતી.

ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે.ભારત ઉપરાંત દુનિયાના બીજા પણ ઘણા દેશો છે,જ્યાં હિન્દીભાષી લોકો છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તરથી ગુજરાત સુધી હિન્દી એક માત્ર ભાષા બોલાતી ભાષા છે. હિન્દીએ એક એવી ભાષા છે જે વિશ્વભરમાં વ્યાપકપણે બોલાય છે. અંગ્રેજી પછી હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ હિન્દીને વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો અને તેના પ્રસાર માટે જાગૃતિ લાવવાનો છે. હિન્દી દિવસને દર વર્ષે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છેજેનો હેતુ હિન્દી ભાષા અને હિન્દી સાહિત્યને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો છે.

ભારત ઉપરાંત દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં હિન્દી બોલતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ દેશોમાં ફિલિપાઇન્સમોરેશિયસનેપાળસુરીનામફિજીતિબેટત્રિનિદાદ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.1974 પછી મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી દિવસની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંમેલનનું ઉદ્ઘાટન પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીએ કર્યું હતું.અને 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો.મનમોહનસિંઘે વર્ષ 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.10 જાન્યુઆરી, 1949ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ હિન્દીને પ્રથમ હિન્દી ભાષા તરીકે અપનાવી હતી.14 સપ્ટેમ્બર, 1949ના રોજભારતની બંધારણ સભાએ હિન્દીને ભારતની એક સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી. હિન્દીએ દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી ભાષા છે. આથી હિન્દીને સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

Latest Stories