/connect-gujarat/media/media_files/2025/01/21/Hq4jrTxukqYkiPCoOR37.jpg)
રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. માહિમ અને બાન્દ્રા સ્ટેશન વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને પગલે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન બે ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ચાર ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
તારીખ 25 જાન્યુઆરીએ મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો અને તારીખ 26 જાન્યુઆરીએ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો ટ્રેન રદ કરવામાં આવી છે.જ્યારે તારીખ 24 જાન્યુઆરીના રોજ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી સુધી દોડશે, બોરીવલી-દાદર વચ્ચે એએ ટ્રેન રદ કરવામાં આવી છે.આ ઉપરાંત તારીખ 25 જાન્યુઆરી અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર સુધી દોડશે તેમજ આ ટ્રેનને પાલઘર-દાદર વચ્ચે રદ કરવામાં આવી છે.
વધુમાં શોર્ટ ઓરિજિનેટ ટ્રેનમાં તારીખ 25 જાન્યુઆરીએ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સુધી દોડશે,તેમજ બોરીવલી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ કરવામાં આવી છે.તારીખ 26 જાન્યુઆરીએ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી ઉપડશે, દાદર-બોરીવલી વચ્ચે રદ કરવામાં આવી છે.
રેલવે દ્વારા કરવામાં આવેલા ટ્રેનના રીશેડ્યુલ જેઓઆઇઇ તો તારીખ 25 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે ઉપડશે.તારીખ 25 જાન્યુઆરી હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
જ્યારે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ સવારે 6:40 વાગ્યે ઉપડશે.તારીખ 26 જાન્યુઆરી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ સવારે 8:15 વાગ્યે ઉપડશે.તેમજ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ સવારે 8:15 વાગ્યે ઉપડશે.