મુંબઈમાં વરસાદને પગલે સ્ટેશનો પર પાણી ભરાવાથી ટ્રેનો રદ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

New Update
ટ્રેન

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, મુંબઈમાં બપોરે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.

 દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, વરસાદને કારણે મુંબઈના ઘણા મુખ્ય રેલવે સ્ટેશનો પર પાણી જમા થઈ ગયું છે,

જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. માહિતી આપતા રેલ્વેએ કહ્યું કે મુંબઈ ડિવિઝનના ઘણા રેલ્વે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાને કારણે આજે ટ્રેનો રદ રહેશે.

Latest Stories