Connect Gujarat
દેશ

હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર લગાવી મહોર

હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર લગાવી મહોર
X

લાંબા અંતરની ટ્રકોની કેબિનની અંદર એર કન્ડીશનીંગની સર્વિસ હવે ફરજિયાત કરવામાં આવી છે. આ અંગેના ડ્રાફ્ટ નોટિફિકેશનને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી દીધી છે. ગડકરીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “N2 અને N3 કોટોગરીની ટ્રકોની કેબિનમાં હવા. એર કન્ડીશનીંગ સિસ્ટમની લગાવવી ફરજિયાત બનાવવા માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે.

ગડકરીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટ્રક ડ્રાઇવરોને તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આરામદાયક કામ કરવાની પરિસ્થિતિ અને લાંબી મુસાફરી માટે દરમિયાન ડ્રાઇવરોને લાગતા થાકને ઘટાડવાનો છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં ટ્રક ડ્રાઈવરો મહત્વની ભૂમિકા ભજવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઈવરો માટે આરામદાયક કામ કરવાની સ્થિતિ સર્જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ડ્રાઇવરની થાકની સમસ્યાને દુરકરશે.ગયા મહિને, ગડકરીએ કહ્યું હતું કે ટ્રક ડ્રાઇવરો પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે, અને તેમની કામ કરવાની પરિસ્થિતિઓ અને મનની સ્થિતિ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

Next Story