કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સુધારા સાથેનું નવું ઇન્કમ ટેક્સ બિલ કર્યું રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ છે. જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા લેશે. ગત સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ લોકસભા સ્થગિત થઇ ગઇ હતી.

New Update
nirmlsht

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ છે. જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા લેશે.

ગત સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ લોકસભા સ્થગિત થઇ ગઇ હતી.જેથી આજે ફરીથી સદનમાં બિલ રજૂ કરાયુ હતું. સરકારે કમિટીના સૂચનો પર કેટલાક બદલાવ કર્યા છે. સંસદીય મામલાના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આ જૂના બિલ કરતા બિલકુલ અલગ હશે. લોકસભા પસંદગી સમિતિના અધ્યક્ષ રહેલા ભાજપના નેતા બૈજયંત પાંડાએ આવકવેરા બિલમાં 285 સૂચનો આપ્યા છેજેને સરકારે સ્વીકારી લીધા છે. જૂના આવકવેરા બિલ અંગે ઘણી મૂંઝવણ છેતેથી હવે તેનું નવું સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે.

જૂના બિલમાં એવી જોગવાઈ હતી કે ઇન્કમ ટેક્સ રિટર્ન નક્કી સમયસીમા પર ફાઇલ ન કર્યું તો રિફંડ નહી મળે. પરંતુ હવે પેનલે આ જોગવાઇને હટાવવા સૂચન કર્યું હતું.આવકવેરા કાયદાની કલમ 80ચોક્કસ કંપનીઓને ઇન્ટર-કોર્પોરેટ ડિવિડન્ડ આપવાની વાત કરે છે. શુક્રવારે રજૂ કરાયેલા બિલમાં આ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો ન હતોઆ બિલ સરકારે પાછું ખેંચી લીધું હતું.

નવા ટેક્સ બિલમાંથી 1200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટતાઓ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે કરદાતાઓ માટેઆ બિલ અત્યાર સુધી અપનાવવામાં આવેલા 'એસેસમેન્ટ યરઅને 'પાછલા વર્ષના ખ્યાલને એકીકૃત 'કર વર્ષસાથે બદલવાનો પ્રસ્તાવ મૂકે છે.હાલમાં પાછલા વર્ષની આવક પર કર ચૂકવણી Assessment Year માં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2023-24માં કમાયેલી આવક પર 2024-25માં કર લાદવામાં આવે છે.

Latest Stories