કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે કરી એક મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ

New Update
આજથી દેશભરના 816 જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ભાડામાં કરાયો વધારો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે અને GPS દ્વારા આપોઆપ ટોલની રકમ કપાઈ જશે.

Advertisment

સીમલેસ મુસાફરી અને હાઇવે પરની ભીડને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે આ માહિતી આપતા કહ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત નીતિ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં અદ્યતન ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સેટેલાઇટ ઇમેજિંગના આધારે ટોલ ચાર્જ આપોઆપ વાહન સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે.

ગડકરીએ જણાવ્યું કે આ પગલું સરકારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે, "સેટેલાઇટ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને વાહન સાથે લિંક કરેલા બેંક ખાતામાંથી સીધો જ ટોલ કાપવામાં આવશે." આ નવી સિસ્ટમથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગતી લાંબી કતારો દૂર થશે, ઇંધણની બચત થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે.

Advertisment
Latest Stories