પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સભામાં હોબાળો, બંને નેતાઓએ મંચ છોડી ચાલતી પકડી

અખિલેશની સાથે રાહુલ પણ મંચ પરથી નીચે ઉતર્યા હતા. બંને નેતાઓ રેલીને સંબોધન કર્યા વિના સ્ટેજ છોડીને હેલિકોપ્ટરમાં રવાના થઈ ગયા

New Update
પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સભામાં હોબાળો, બંને નેતાઓએ મંચ છોડી ચાલતી પકડી

પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો મચ્યો હતો. રાહુલ-અખિલેશ સ્ટેજ પર પહોંચતા જ સમર્થકો બેકાબૂ થઈ ગયા હતા. તેઓએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું. તેઓ સ્ટેજ તરફ જવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ધક્કા-મુક્કી કરી હતી. પોલીસે લાઠીચાર્જ શરૂ કરતાં ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા સમર્થકો ઘાયલ થયા હતા.

સ્થિતિ એવી બની કે મંચ પર બેઠેલા અખિલેશે સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી. પરંતુ, સમર્થકોએ તેમની વાત સાંભળી ન હતી. લગભગ 15 મિનિટ સુધી ભીડ બેકાબૂ રહી હતી. અખિલેશની સાથે રાહુલે પણ હાથ ઉંચા કરીને લોકોને શાંતી જાળવવાની અપીલ કરી હતી. પરંતુ સમર્થકોએ કોઇની વાત સાંભળી નહીં ને હુરિયો બોલાવતા રહ્યા આ જોઈને અખિલેશ ગુસ્સે થઈ ગયા. અખિલેશ ઉભા થયા અને સ્ટેજ છોડવા લાગ્યા. મંચ પર હાજર નેતાઓએ અખિલેશને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ એટલા ગુસ્સે થયા કે તેણે સ્ટેજની પાછળના હેલિપેડ તરફ ચાલવા લાગ્અયા હતા. અખિલેશની સાથે રાહુલ પણ મંચ પરથી નીચે ઉતર્યા હતા. બંને નેતાઓ રેલીને સંબોધન કર્યા વિના સ્ટેજ છોડીને હેલિકોપ્ટરમાં રવાના થઈ ગયા હતા.

Latest Stories