/connect-gujarat/media/media_files/2025/04/20/GBfvPLa9AjNjhu4VHrXe.jpg)
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ સોમવારે 21 એપ્રિલે ભારતના પ્રવાસ આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રાત્રિભોજન પણ કરશે. આ પહેલા, વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમની પત્ની ઉષા અને તેમના ત્રણ બાળકો, ઈવાન, વિવેક અને મીરાબેલ, ભારતની ચાર દિવસની મુલાકાત દરમિયાન સોમવારે સવારે 10 વાગ્યે પાલમ એરબેઝ પર પહોંચશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી તેમના આગમન પર તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વાન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ મુલાકાત કરશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ વાન્સની સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા 5 વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે ભારતની મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ દિલ્હી પહોંચ્યા બાદ વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ