/connect-gujarat/media/media_files/2025/12/05/uttarpradesh-2025-12-05-19-56-47.jpg)
ઉત્તર પ્રદેશના રામપુરમાં કોર્ટે બે પાસપોર્ટ અને પાન કાર્ડ કેસમાં સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને દોષિત ઠેરવીને સાત વર્ષની જેલની સજા ફટકારી. તેને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ કેસ 2019નો છે, જ્યારે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ અને અન્ય લોકો સામે છેતરપિંડી (કલમ 420), બનાવટી દસ્તાવેજ (કલમ 467, 468), અને ઓળખ કાર્ડ બનાવટી (કલમ 471) ની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
અબ્દુલ્લા આઝમ પર બે પાસપોર્ટ અને પાન કાર્ડ મેળવવાનો આરોપ હતો. એક પોતાના નામે અસલી અને માન્ય દસ્તાવેજ હતો, અને બીજો નકલી નામ/ઓળખનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે બનાવેલો નકલી દસ્તાવેજ હતો.