/connect-gujarat/media/media_files/2025/05/30/3I6dJIWvh3GMklEjL8Pv.jpg)
ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. અને જન્મટીપની સજા ફટકારી છે. કોટદ્વાર કોર્ટે આ મામલે સજાની સુનાવણી કરી છે. કોર્ટે ત્રણેય આરોપી પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલામાં મૃતકના પિતા વિરેન્દ્ર સિંહ ભંડારીએ ગુરુવારે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે, તેમની પુત્રીના હત્યારાઓને ફાંસીની સજા આપવા માગ કરી હતી.
ઉત્તરાખંડના પૌડ઼ી જિલ્લાના ડોભ શ્રીકોટ ગામમાં રહેનારી અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી. અંકિતા ઋષિકેશ પાસે આવેલા ગંગા ભોગપુરમાં વનંતારા રિસોર્ટમાં તેણે રિસેપ્શનિસ્ટના રૂપમાં કામ કરવાનું શરુ કર્યુ હતુ. અહીં પુલકિત આર્યા એ તેની પાસે એકવાર અભદ્ર માંગણી કરી હતી. જેનો અંકિતાએ વિરોધ કર્યો હતો. આ વિરોધનો બદલો લેવા માટે તેણે અંકિતાની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અને તેને નહેરમાં ધક્કો મારીને તેની હત્યા કરી હતી.