/connect-gujarat/media/media_files/19oKQovzVZS8JbXsLbDX.png)
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, એ પહેલા જ કોંગ્રેસ પક્ષે મોટો રાજકીય દાવ રમ્યો છે,અને ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે,અને હવે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાનો અવસર મળે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંને રેસલર આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા.વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા જ રેલવેની નોકરી માંથી રાજીનામું આપી દીધું હતું.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે.