દેશના અનેક દિગ્ગજ નેતાની VIP સુરક્ષા હટાવી CRPFનુ સુરક્ષા કવચ આપવામાં આવશે

કેન્દ્ર સરકારે VIP સુરક્ષામાંથી આતંકવાદ વિરોધી કમાન્ડો ફોર્સ NSGને સંપૂર્ણપણે દૂર કરવાનો અને CRPFને ભારે જોખમનો સામનો કરી રહેલા નવ અત્યંત મહત્વપૂર્ણ લોકો

NSG
New Update

કેન્દ્ર સરકારે VIP સુરક્ષામાંથી આતંકવાદ વિરોધી કમાન્ડો ફોર્સ NSGને સંપૂર્ણપણે દૂર કરવાનો અને CRPFને ભારે જોખમનો સામનો કરી રહેલા નવ અત્યંત મહત્વપૂર્ણ લોકો (VIP)ની સુરક્ષા આગામી મહિના સુધીમાં સોંપવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના VIP સુરક્ષા સેલમાં વિશેષ પ્રશિક્ષિત સૈનિકોની નવી બટાલિયનને ઉમેરવાની પણ મંજૂરી આપી છે. આ બટાલિયનને તાજેતરમાં સંસદની સુરક્ષામાંથી હટાવી દેવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 'બ્લેક કેટ' કમાન્ડો દ્વારા સંરક્ષિત  'ઝેડ પ્લસ' કેટેગરીના નવ VIPમાં,

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતી
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ
ભાજપના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને DPAPના પ્રમુખ ગુલામ નબી આઝાદ
નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ 

આ તમામને હવે CRPFનું સુરક્ષા કવચ આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય હેઠળના બંને દળો વચ્ચે જવાબદારીઓનું ટ્રાન્સફર એક મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે.

#security #CRPF force #provided
Here are a few more articles:
Read the Next Article