ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સની માલિકીની એરલાઇન કંપની વિસ્તારા એરલાઇન કંપની એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. વિસ્તારા 11મી નવેમ્બરે ઉડ્ડયનની દુનિયાને કાયમ માટે અલવિદા કહેશે. વિસ્તારા-એર ઇન્ડિયા મર્જર દ્વારા સિંગાપોર એરલાઇન્સે નવી સંકલિત એરલાઇનમાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. હવે ઓપરેશન સંપૂર્ણપણે એર ઈન્ડિયા હેઠળ રહેશે.
વિસ્તારાએ ગ્રાહકોને અપડેટ આપતા જણાવ્યું કે ક્લબ વિસ્તારાએ એર ઈન્ડિયા ફ્લાઈંગ રિટર્ન્સ સાથે હાથ મિલાવીને મહારાજા ક્લબ બનવાનું નક્કી કર્યું છે. તેથી નવા સાઇન-અપ્સ સહિત એકાઉન્ટની એક્સેસ ઉપલબ્ધ રહેશે નહીં.12 નવેમ્બર પછી https://airindia.com પર એકાઉન્ટ એક્સેસ કરી શકાશે.
જો કે, એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારા 12 નવેમ્બરથી બંધ થઈ જશે. અહેવાલ મુજબ તેના એરક્રાફ્ટ, રૂટ અને ક્રૂ ઓછામાં ઓછા માર્ચ સુધી કામ કરવાનું ચાલુ રાખશે. 11 નવેમ્બરે વિસ્તારાના એર ઈન્ડિયા સાથે વિલીનીકરણ સાથે ભારતમાં સંપૂર્ણ સેવા કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે.આ ફેરફાર 2012માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ધોરણોના ઉદારીકરણ પછી થયો છે. આનાથી વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઈન્સની સ્થાપના થઈ હતી.
જો મુસાફરે વિસ્તારા સાથે બુકિંગ સમયે મુસાફરી વીમો ખરીદ્યો હોય તો તે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે પણ માન્ય રહેશે. વધુમાં જો મુસાફર પાસે 11 નવેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં મુસાફરી માટે વિસ્તારા પાસે હાલનું બુકિંગ છે તો તમારી બુકિંગ પર કોઈ અસર કે ફેરફાર થશે નહીં.12 નવેમ્બર, 2024 પછીની મુસાફરી માટે એર ઈન્ડિયા દ્વારા ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. એરલાઇન્સે 12 નવેમ્બર, 2024 થી વિસ્તારા પર મુસાફરી માટે બુકિંગ પહેલેથી જ બંધ કરી દીધું છે.