હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે.
હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્યારે આજે (8 ઑક્ટોબર) ચૂંટણી પરિણામો જાહેર થયા છે. હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રિક જોવા મળી રહી છે. બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની 6 હજાર મતથી જીત થઈ છે.હવે વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગ્યે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચશે. હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવા પર વડાપ્રધાન મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.વડાપ્રધાન મોદીએ હરિયાણામાં ભાજપની જીત માટે નાયબ સૈનીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.પરિણામ જોઈએ તો હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો માંથી ભાજપને 48,કોંગ્રેસને 37 જ્યારે અન્ય પક્ષને 5 બેઠકો મળી હતી.