Connect Gujarat
દેશ

રૂ. 1500 કરોડના રોકાણ સાથે બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની 'બિટ્સ લૉ સ્કૂલ' શરૂ કરશે…

નવા યુગની બિટ્સ લૉ સ્કૂલે કાયદાના શિક્ષણના તમામ પાસાઓની પુનઃ સંકલ્પના કરી છે.

રૂ. 1500 કરોડના રોકાણ સાથે બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની બિટ્સ લૉ સ્કૂલ શરૂ કરશે…
X

ભારત સરકાર દ્વારા 'ઈન્સ્ટિટ્યુશન ઑફ એમિનન્સ'નો દરજ્જો મેળવનારી કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક બિટ્સ પિલાનીએ આજે બૃહદ મુંબઈમાં બિટ્સ લૉ સ્કૂલની સ્થાપના દ્વારા કાયદાના શિક્ષણના ક્ષેત્રે પ્રવેશવાની જાહેરાત કરી છે.

નવા યુગની બિટ્સ લૉ સ્કૂલે કાયદાના શિક્ષણના તમામ પાસાઓની પુનઃ સંકલ્પના કરી છે. આમાં ફેરફારપાત્ર અને પરસ્પર સંકલિત અભ્યાસક્રમ, શિક્ષણમાં સંવેદના અને સર્જનાત્મકતા, કાનૂની લેખન અને સંશોધન, સમગ્ર કાર્યક્રમોનું સશક્ત ડિજિટલ માધ્યમ મારફતે સંકલનીકરણ અને ઉદાર શિષ્યવૃત્તિઓ દ્વારા પ્રવેશને શક્ય બનાવવા સહિતના પાસાનો સમાવેશ કરાયો છે. બીઆઈટીએસ લૉ સ્કૂલ બે અત્યંત લોકપ્રિય પાંચ-વર્ષીય સંકલિત ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરશે, આમાં બી.એ.. એલએલ.બી. (ઓનર્સ.) અને બી.બી.એ. એલએલ.બી. (ઓનર્સ)નો સમાવેશ થાય છે. પ્રથમ શૈક્ષણિક વર્ષ પહેલી ઓગસ્ટ 2023થી શરૂ થશે, જ્યારે પ્રવેશ માર્ચ 2023થી શરૂ થશે. આ પ્રસંગે બોલતા, બિટ્સ પિલાનીના ચાન્સેલર શ્રી કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, “ભારતના ઉભરતા સમાન, વૈવિધ્યસભર અને સર્વસમાવેશક જ્ઞાન આધારિત અર્થતંત્રને અમારી યુનિવર્સિટીઓ અને વિશિષ્ટ તાલીમ કેન્દ્રો વેગ આપશે. બિટ્સ પિલાની એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નવી પેઢીના સર્જનાત્મક અને બહુવિધ ક્ષેત્રો માટે અગ્રણીઓ તૈયાર કરવા માટે વ્યૂહાત્મક મહત્વનું સ્થાન ધરાવે છે.

હિમતભર્યો અને નવો અભિગમ ધરાવતી બિટ્સ લૉ સ્કૂલે સ્થાનિક અને વૈશ્વિક મહત્વની સાપ્રંત અને નવી ઉદ્દભવતી સમસ્યાઓનો ઉકેલ શોઘવાને સમર્થ એવા કાનૂની શિક્ષણની પુનઃકલ્પના કરી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) અને યુવા ભારતીયોની વધતી મહત્વકાંક્ષાઓમાંથી પ્રેરણા મેળવીને બિટ્સ લૉ સ્કૂલ નવા વિચારોનો આકાર ઘડશે. અમારા વૈશ્વિક ધોરણના તેજસ્વી પ્રાધ્યાપકો અને સર્જનાત્મક અભ્યાસક્રમ આશાસ્પદ કાનૂની વ્યાવસાયિકોને અનન્ય અનુભવ પ્રદાન કરશે.'' બિટ્સ લૉ સ્કૂલ કાયદા અને ઉચ્ચ શિક્ષણ તથા વ્યવસાય ક્ષેત્રની પ્રતિભાઓ અને નીતિ ઘડવૈયાઓનું માર્ગદર્શન મેળવશે. સલાહકાર પરિષદના કેટલાક આદરણીય સભ્યોમાં જસ્ટિસ યુ.યુ.લલિત (પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ), જસ્ટિસ બી.એન.શ્રીકૃષ્ણ (પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ), પલ્લવી શ્રોફ (મેનેજિંગ પાર્ટનર, શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની), અને હૈગરેવ ખૈતાન (મેનેજિંગ પાર્ટનર, ખેતાન એન્ડ કંપની)નો સમાવેશ થાય છે. પ્રોફેસર (ડૉ.) આશિષ ભારદ્વાજ બિટ્સ લૉ સ્કૂલના સ્થાપક ડીન તરીકે જોડાયા છે. સ્થાપક ડીન, પ્રોફેસર (ડૉ.) આશિષ ભારદ્વાજે કહ્યું કે, “બિટ્સ લૉ સ્કૂલ એવા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે છે, જેમનું ધ્યેય કાયદો શીખવા-શીખવવાનું છે, જેઓ શૈક્ષણિક સંશોધનના સીમાડાને વિસ્તારવા માગે છે અને જેઓ સમયસર ન્યાય મળે તે માટે અમારા નૈતિક મૂલ્યો અને વિભાવનાની સાથે સુસંગત છે. અમારો પ્રગતિશીલ, પરસ્પર સંકલિત અને ટેક્નોલોજી આધારિત અભિગમ વિદ્યાર્થીઓને કાયદો ભણવા અને કાયદા દ્વારા સશક્તિકરણ મેળવવામાં મદદ કરશે. જેમણે ભારતના પાયાના મૂલ્યો અને માન્યતાનું ઘડતર કર્યું, અને હવે જેઓ ભારતનું નેતૃત્વ કરશે તેમના માટે પ્રેરણાત્મક શૈક્ષણિક માપદંડ બનવાની તમન્ના ધરાવીએ છીએ.” કાયદાના વિદ્યાર્થીઓ 55 દેશોમાં પથરાયેલા એવા 1,70,000થી વધુ બિટ્સ પિલાનીના સ્નાતકો, અનુસ્નાતકોના સંપર્ક અને અનુભવનો લાભ મેળવશે, જેઓ ઉદ્યોગ અગ્રણીઓ, પ્રમોટરો, ઉદ્યોગસાહસિકો અને વિચારશીલ નેતાઓ બની ચુક્યા છે. બિટ્સ લૉ સ્કૂલની એક સમર્પિત ઓફિસ વિદ્યાર્થીઓને તેમની સજ્જતા, અનુભવના આધારે અગ્રણી કાયદાકીય સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, બેંકો, એનજીઓ અને સંશોધન સંસ્થાઓ સુધી પહોંચવાની સુવિધા કરી આપશે. આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 63 એકરમાં બિટ્સ લૉ સ્કૂલનું અત્યાધુનિક, સંપૂર્ણ રહેણાંક કેમ્પસ વિકસાવવામાં આવી રહ્યું છે. કાયમી અને શૂન્ય-કાર્બન ફૂટપ્રિન્ટ કેમ્પસ 2024માં કાર્યરત થશે, ત્યારે બીઆઈટીએસ લૉ સ્કૂલે કામગીરી શરૂ કરી છે, અને પવઈના હિરાનંદાની ગાર્ડન્સ, મુંબઈમાં અત્યાધુનિક વચગાળાના કેમ્પસમાંથી ઓગસ્ટ 2023થી તેનું પ્રથમ શૈક્ષણિક વર્ષ શરૂ થશે. પ્રવેશને શક્ય બનાવવા અને તેમાં વિવિધતા જાળવવા માટે પાત્ર વિદ્યાર્થીઓને ઉદાર શિષ્યવૃત્તિ ઓફર કરવામાં આવશે. જે સ્પેશિયલાઈઝેશન ઓફર કરવામાં આવી રહ્યાં છે, તેમાં ટેકનોલોજી અને મીડિયા કાયદો, મનોરંજન અને રમતગમત કાયદો, કોર્પોરેટ અને નાણાકીય કાયદો, અને વૈકલ્પિક વિવાદ ઉકેલ અને મધ્યસ્થીનો સમાવેશ થાય છે.

Next Story