ઈન્ડીયન એરફોર્સનું લડાકૂ વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થતા એક ગ્રુપ કેપ્ટન શહીદ થયા છે. ઈન્ડીયન એરફોર્સે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ઈન્ડીયન એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થતા એક ગ્રુપ કેપ્ટન શહીદ બુધવારે સવારે સેન્ટ્રલ ઈન્ડીયામાં એક એરબેસ પર કોમ્બેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ટેક ઓફ કરતી વખતે મિગ-21 ક્રેશ થયું હતું તેમાં એક ગ્રુપ કેપ્ટન શહીદ થયા હતા.
ઈન્ડીયન એરફોર્સે ટ્વિટ કરીને આ દુર્ઘટના પર દુખની લાગણી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન એરફોર્સે જણાવ્યું કે આ દુખદ ઘટનામા ઈન્ડીયન એરફોર્સે ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાને ગુમાવી દીધા છે. ઈન્ડીયન એરફોર્સે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે અને દુખની આ ઘડીમાં પરિવારના સભ્યોની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો ઓર્ડર અપાયો છે.