/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/fcas.jpg)
જેતપુર સીટીમાંથી રાજકોટ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રાજકોટ રૂરલ પોલીસ અઘિક્ષક બલરામ મીણાએ IPL ક્રિકેટ નો સટ્ટો રમાડતા ઈસમો પર કેસો કરવા સૂચના કરતા એલ.સી.બી.ના ઈન્ચ.પો.ઈન્સ. એચ.એ.જાડેજા તથા પો.સબ.ઈન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદશન હેઠળ આજરોજ HC અનીલભાઈ ગજરાતી તથા PC દિવ્યેશભાઈ સુવા ને હકિકત મળેલ કે જેતપુર જુનાગઢ રોડ સુરેશ પાર્ક માં પોતાના કબજા ભોગવટા ના એમ્બોડરી ના કારખાના માં ભાવેશ ચંદુભાઈ વણજારા લુવાણા ઉવ.૩૬ રહે.જેતપુર અમરનગર રોડ વાળા ને ત્યા IPL કિકેટ ના સટ્ટા ની રેઈડ કરતા કારખાના માં સેસન્સ ક્રિકેટ નો સટ્ટો Cricket maja aap તથા Cricket live line ઉપર લેપટોપ માં ગેમ-૮ નામ ના સોફટવેર દ્રારા હારજીત ના હીસાબ ની ગણતરી તથા ગ્રાહક ના નામ ના કોડર્વડ રાખી આશરે રૂ.૨,૦૦,૦૦૦/- ના સોદા કરી IPL ના RC- king 11 Panjab ના મેચ પર સોદા કરતો પકડી પાડી જેમાં લેપટોપ-૧ , મોબાઈલ-૫ , હોન્ડા સાઈન-૧ , નોટબુક રોકડા સહીત કુલ મુદામાલ રૂ.૭૨,૮૦૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.