IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જેસન રોયે 29 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 37 બોલમાં છ ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી.
કોલકાતાની ટીમે સતત ચાર મેચ હાર્યા બાદ પ્રથમ મેચ જીતી હતી. બેંગલોરની ટીમ સતત બે જીત બાદ પરાજય પામી હતી. KKRની 8 મેચમાં ત્રણ જીત અને પાંચમાં હાર છે. છ પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બેંગ્લોરની ટીમ આઠ મેચમાં ચાર જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.