Connect Gujarat
શિક્ષણ

UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, યુવતીઓએ મારી બાજી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે.

UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, યુવતીઓએ મારી બાજી
X

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતી આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે.બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ જીત્યું હતું. સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી 345 ઉમેદવાર બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story