હાંસોટના વમલેશ્વર ગામે ચાલે છે હોડીઘાટ

નર્મદા પરિક્રમાવાસીઓ બોટનો કરે છે ઉપયોગ

ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાય રજુઆત

પરિક્રમાવાસીઓ પાસેથી આડેધડ ભાડુ વસુલાતુ હોવાના આક્ષેપ

હોડીઘાટની હરાજી કરવા માંગ કરવામાં આવી

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર હોડીઘાટના  ઈજારેદાર આડેધડ ભાડું વસુલ કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચ જીલ્લા પંચાયત કચેરી ખાતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને હાંસોટના વમલેશ્વર ગામના નાગરિકોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દશેરાથી સંચાલક સંકેત પટેલે હોડીઘાટ શરુ કર્યો છે.જેઓ પોતાની મનમાની મુજબ ભાડુ વસુલ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સંચાલક પરિક્રમાવાસીઓ પાસેથી વ્યક્તિ દીઠ ૭૫૦ રૂપિયા ભાડું વસુલ કરી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.ગ્રામજનોએ સંચાલક સંકેત પટેલને હોડી ઘાટ અંગે પૂછતા તેઓએ વર્ક ઓર્ડર મુજબ બોટ ચલાવતા હોવા સાથે ઉડાવ જવાબ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ હોડીઘાટની હરાજી કરવા સાથે વર્ષોથી ગામના હોડી ચલાવતા ૨૦ આદિવાસી કુટુંબોની બોટ પણ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે