જંબુસર : અચાનક આવી ચઢી પોલીસ અને વીજ કંપનીની ગાડીઓ, જુઓ પછી શું થયું

New Update
જંબુસર : અચાનક આવી ચઢી પોલીસ અને વીજ કંપનીની ગાડીઓ, જુઓ પછી શું થયું

શિયાળામાં વરસાદની એન્ટ્રીએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરમાં લોકો મીઠી નીંદર માણી રહયાં હતાં તેવામાં પોલીસ અને વીજ કંપનીની ગાડીઓનો કાફલો ઉતરી આવતાં લોકો ઉંઘમાંથી જાગી ગયાં હતાં. વહેલી સવારથી વીજ કંપનીએ હાથ ધરેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે….

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આજે વહેલી સવારે ડીજીવીસીએલ તથા વિજિલન્સની ટીમોએ વીજચોરી ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. શિયાળા અને ચોમાસાના મિશ્ર માહોલ વચ્ચે ડીજીવીસીએલની કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે વીજચોરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત, વલસાડ તેમજ ભરૂચ ની 35 જેટલી વિજિલન્સ અને અન્ય ટીમોએ લોકોના ઘરોમાં વીજજોડાણોનું ચેકીંગ શરૂ કરી દેતાં વીજચોરી કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. વીજ યુનિટ સામે બિલ ની માત્રામાં ઘટાડો નોંધાતો હોવાથી વીજચોરી થતી હોવાની માહિતી વીજકંપનીને મળી જતી હોય છે અને જેના આધારે જે તે વિસ્તારમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

Latest Stories